કેપ્ટન આરવ - ધ RAW એજન્ટ - ભાગ 8

  • 144
  • 62

ભાગ ૮: આધ્યાની જીદ લાઈબ્રેરીના પાછલા ભાગનો સાંકડો અને અડધો અંધારો કોરિડોર. પેલો કાળા શર્ટવાળો જાસૂસ હજુ તો આરવ અને આધ્યા જ્યાં બેઠા હતા એ ટેબલ તરફ જઈ રહ્યો હતો, ત્યાં જ અચાનક અંધારામાંથી એક મજબૂત હાથ બહાર આવ્યો. એ પહેલાં કે પેલો કંઈ સમજે, આરવે એની ગરદન પાછળથી પકડીને એને દીવાલ સાથે એવો જોરથી પછાડ્યો કે એના હાથમાંથી ચોપડી નીચે પડી ગઈ. કોઈ જ અવાજ નહીં, કોઈ જ બૂમાબૂમ નહીં. માત્ર એક સૈનિકની ચોકસાઈભરી, જીવલેણ પકડ. આરવનો જમણો હાથ પેલાની શ્વાસનળી પર દબાયેલો હતો. પેલાની આંખો ફાટી ગઈ અને શ્વાસ રૂંધાવા લાગ્યો. "ભાઉરાવને મારો આ સંદેશો આપી દેજે..." આરવે