કેપ્ટન આરવ - ધ RAW એજન્ટ - ભાગ 6

  • 194
  • 108

ભાગ ૬: 'ફેલ્કન' ની એન્ટ્રી રાતના અઢી વાગ્યા હતા. અમદાવાદના વાતાવરણમાં એક અજીબ બફારો હતો, પણ બોય્ઝ હોસ્ટેલના થર્ડ ફ્લોર પર રૂમ નંબર 404 માં એક અલગ જ દુનિયા શ્વાસ લઈ રહી હતી. રૂમની એકમાત્ર ટ્યુબલાઈટ બંધ હતી અને માત્ર લેપટોપની સ્ક્રીનનો આછો ભૂરો પ્રકાશ રૂમમાં ફેલાયેલો હતો. પેથોલોજીનો મજનુ જિગ્નેશ (જીગો) ટેબલ પર ચોપડીનું ઓશિકું બનાવીને ઘસઘસાટ ઊંઘી રહ્યો હતો. અને ગોળમટોળ કેતન (કેતિયો) પોતાના પલંગ નીચે છુપાવેલા ઇલેક્ટ્રિક ઇન્ડક્શન સ્ટવ પર ચોરીછૂપીથી મેગી બનાવી રહ્યો હતો. હોસ્ટેલમાં રાત્રે સ્ટવ વાપરવાની સખત મનાઈ હતી. "ઓય આરવ..." કેતને મેગીમાં મસાલો નાખતા ધીમા પણ ઉત્સાહી અવાજે પૂછ્યું, "ખાશે થોડી? ભાઈ, રાતની