ભાગ ૩: રેગિંગ અને એક ભયાનક ખામોશી હોસ્ટેલના રૂમ નંબર 404 માં હવાનો પ્રવાહ જાણે અચાનક થંભી ગયો હતો. દરવાજા પર ઊભેલા ત્રણ સિનિયર્સમાંથી જે સૌથી કદાવર અને રૂઆબદાર લાગતો હતો, એનું નામ વિક્રમ હતું. ફાઇનલ યરનો સ્ટુડન્ટ અને હોસ્ટેલનો સ્વઘોષિત દાદા. એની પાછળ ઊભેલા બે સાગરીતોના ચહેરા પર એક વિકૃત મજાકનો ભાવ હતો. રેગિંગ... મેડિકલ હોસ્ટેલની એ કાળી પરંપરા જેણે અનેક નિર્દોષ વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસને તોડીને ભુક્કો કરી નાખ્યો હતો. કેતન (કેતિયો) ડરના માર્યા દીવાલ સાથે ચોંટી ગયો હતો. એના હાથમાંથી કુરકુરેનું પેકેટ ક્યારે નીચે પડી ગયું એની એને ખુદને ખબર નહોતી. જિગ્નેશે પોતાની 'રોબિન્સ પેથોલોજી' ની જાડી ચોપડી છાતી