કેપ્ટન આરવ - ધ RAW એજન્ટ - ભાગ 2

  • 536
  • 230

ભાગ ૨: એક નવી શરૂઆત દિલ્હી કેન્ટોનમેન્ટ વિસ્તારનો ઓફિસર્સ ક્વાર્ટર. રૂમની વચ્ચોવચ એક ખુલ્લી બેગ પડી હતી. કેપ્ટન આરવ સિંહ પોતાના આર્મીના ઓલિવ ગ્રીન યુનિફોર્મને અત્યંત સન્માનપૂર્વક ગડી વાળીને કબાટમાં મૂકી રહ્યો હતો. યુનિફોર્મ પર લાગેલી મેડલ્સની ચમક એની વીરતાની સાથે સાથે અસંખ્ય સફળ ઓપરેશન્સની સાક્ષી પૂરતી હતી. પણ અત્યારે આરવની આંખોમાં કોઈ ગર્વ નહોતો. ત્યાં હતો માત્ર એક શૂન્યાવકાશ. કબાટના એક છેવાડાના ખૂણામાં એક નાનકડું લાકડાનું બોક્સ પડ્યું હતું. આરવે ધીમેથી ધ્રૂજતા હાથે એ બોક્સ બહાર કાઢ્યું અને ખોલ્યું. અંદર એક રંગ ઉડી ગયેલું, સૂકાયેલું ગુલાબ અને એક જૂનું સ્ટેથોસ્કોપ અત્યંત જતનથી સાચવીને મૂકેલું હતું. ગ્રીષ્માનું સ્ટેથોસ્કોપ. એ સ્ટેથોસ્કોપ