બેઇન્તેહા : નફરત અને પ્રેમ - 25

  • 92
  • 62

    મારી લાઇફ અને અબીરની લાઇફ કેહવા જાવ તો એક જ સમાન છે. બંને બાળપણમા, માં ના પ્રેમથી અજાણ રહ્યા અને જવાનીમાં પિતાના પ્રેમથી. પણ અબીરએ આ નાની ઉંમરે ખોયું.     એક દિવસ મુબીન અંકલની તબિયત ખૂબ જ ખરાબ થઈ ગઈ, ત્યારે અબીર ફક્ત ૧૮ વર્ષનો જ હતો. મારા પિતા તેમને મળવા ગયા.      મુબીન અંકલે મારા પિતાને કહ્યું, ભાઈ રણજીત મને નથી લાગતું કે હું હવે જીવી શકીશ...આપણે બંને એકબીજાના એક માત્ર પરિવાર છીએ.      મને વચન આપ રણજીત કે, તું મારા દીકરાનું ધ્યાન રાખીશ, તે હજુ બહુ નાનો છે. મને ચિંતા થાય છે તેની....મારા પિતાએ તેમને વચન આપ્યું