અથર્વ મીરાને તેની ઘરે લઈને ગયો. તે મીરાના ઘરે તેને નશાની હાલતમાં એકલી નોહતો મૂકવા માંગતો, એટલે તે તેને પોતાના ઘરે લઈને ગયો. મીરાના કપડાં પલળી ગયા હતા, અથર્વએ મીરાને પોતાના બેડરૂમમાં સુવડાવી અને બહાર આવી તેણે એક મહિલાને બૂમ પાડી, ભાવના કાકી.....થોડીવાર બાદ એક ૬૦ એક વર્ષના મહિલા ત્યાં આવ્યા. હા...અથર્વ બેટા, શું જોઈએ છે? ભાવના કાકી બોલ્યા. ભાવના કાકી મારા રૂમમાં એક છોકરી સુતી છે, જે મારી મિત્ર છે, તે અત્યારે હોશમાં નથી તેના કપડા વરસાદના કારણે ભીના થઈ ગયા છે. તો અલમારીમાંથી મારા કપડાં લઈ તેને ચેન્જ કરાવી દો. અથર્વએ ભાવના કાકીને