કરુણા - 17-18

  • 232
  • 84

સોળમો પરિચ્છેદ​નરેન્દ્રએ કહ્યું, "ભાગ્યહીન (અભાગી), બહાર નીકળી જા ઘરમાંથી!"​કરુણા કંઈ જ બોલી નહીં.​"અત્યારે ને અત્યારે જ અહીંથી ચાલી જા."​કરુણા નરેન્દ્રના મોઢા સામે એકીટશે જોઈ રહી. નરેન્દ્ર ભારે ગુસ્સે થયો, તે આગળ વધ્યો અને નિર્દયતાથી કરુણાનો હાથ પકડી લીધો. કરુણા બોલી, "હું ક્યાં જાઉં?"​નરેન્દ્ર કરુણાના વાળ પકડીને તેને ક્રૂરતાપૂર્વક મારવા લાગ્યો; બોલ્યો, "અત્યારે જ અહીંથી દફા થઈ જા."​ભવી દોડતી આવી અને બોલી, "તે ક્યાં વળી ચાલી જાય?" અને તેણે નરેન્દ્રને યાદ અપાવ્યું કે આ ઘર નરેન્દ્રના બાપનું નથી (તે કરુણાના પિતા અનુપબાબુનું ઘર છે).​નરેન્દ્રએ તેને રાડ પાડીને ઊંચા અવાજે કહ્યું, "તું વચમાં શું કરવા આવી?"​ભવીએ વચ્ચે પડીને કરુણાને છોડાવી લીધી અને