પિતૃ દેવો ભવ

(298)
  • 1.2k
  • 452

           મિત્રો આજે હું વાત કરવા જઈ રહી છું એવા સંબંધની જેની તુલના ઈશ્વર પણ ન કરી શકે. હા પિતા અને પુત્રીના પ્રેમ સંબંધની જેને નિઃસ્વાર્થ કહી શકાય. એટલા માટે નિ:સ્વાર્થ કે પિતાને ખબર છે કે ૨૦ કે ૨૨ વર્ષ પછી આ દીકરી પારકી થઈ જવાની છે. તેના પર પોતાનો કોઈ અધિકાર રહેવાનો નથી. છતાં તે એ દીકરીની દરેક ઈચ્છા પૂરી કરી આપે છે. દીકરીને ભણાવે, ગણાવે સારી નોકરીએ લાગી જાય તેની દરેક ઈચ્છા પૂર્ણ થઈ જાય તેના શોખ મોજ પૂરા કરે છે.પિતાને ખબર હોય છે કે પારકા ઘરે એને આ બધી સુવિધા મળે કે ન