ક્રિસ્ટોફર કોલમ્બસ

  • 676
  • 170

ઇતિહાસના પાનાઓમાં જેને આપણે 'મહાન સાગરખેડુ' તરીકે ઓળખીએ છીએ, તેના સિક્કાની બીજી બાજુ કેટલી કાળી છે? શું તે ખરેખર શોધક હતો કે એક લોભી આક્રમણખોર?ઇતિહાસ હંમેશા જીતનારની ભાષા બોલે છે. કોલમ્બસે માત્ર નવી ભૂમિ નથી શોધી, પણ એક એવી ક્રૂરતાની શરૂઆત કરી જેણે લાખો મૂળ વતનીઓનું નિકંદન કાઢી નાખ્યું. શું 'શોધક' નું બિરૂદ આટલી હિંસાને ન્યાયી ઠેરવે છે?ઇટાલિના જિનોઆ નગર ખાતે ૧૪૫૦ના અરસામાં કોલમ્બસનોજન્મ થયો હોવાની નોંધ તવારીખકારોએ ઇતિહાસમાં લીધી છે, એટલે ખરૂં જોતાંમૂળ ઇટાલિયન ગણાય. પરંતુ સ્પેનમાં એ સાગરખેડુનું અવસાન થયું હોવાથીએ દેશના લોકો આજની તારીખે પણ કોલમ્બસને સ્પેનિશ ગણે છે. પોર્ટુગાલનાઇતિહાસકારો મુજબ કોલમ્બસ મૂળ પોર્ટુગિઝ હતો--અને તે વાતની