હાજરીજિલ્લાના મધ્યમ વસ્તીના ગામની એ સરકારી પ્રાથમિક શાળા. સવારના નવ વાગ્યે જ્યારે પ્રાર્થનાનો ઘંટ વાગતો, ત્યારે હરેશભાઈના ચહેરા પર એક અનોખો સંતોષ છવાઈ જતો. હરેશભાઈ એટલે એવા શિક્ષક, જેમના માટે ભણાવવું એ નોકરી નહીં પણ એક સાધના હતી. જ્યારે તેઓ વર્ગખંડમાં જતા, ત્યારે ભૂગોળ નકશાઓમાંથી બહાર નીકળીને જીવંત થઈ જતો અને ગણિતના અઘરા દાખલા પણ રમત બની જતા. બાળકો એમને 'સાહેબ' નહીં, પણ પોતાના વડીલ માનતા.હરેશભાઈના સ્ટાફ રૂમના ટેબલ પર આચાર્ય ચાણક્યની એક નાની તસવીર હતી, જેની નીચે સુવર્ણ અક્ષરે લખેલું હતું: "શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોદ મેં પલતે હૈ." હરેશભાઈ રોજ સવારે આ વાક્ય