કરુણા - 8

  • 142
  • 60

સાતમો પરિચ્છેદ​કરુણા વિચારે છે કે આ વળી કેવી મુસીબત છે, નરેન્દ્ર કેમ ઘરે પાછો નથી ફરતો? અધીરી થઈને તે ઘરની જૂની નોકરાણી ભવી પાસે ગઈ અને પૂછ્યું કે નરેન્દ્ર કેમ નથી આવતો. તે હસીને બોલી કે એને એના વિશે શું ખબર હોય!​કરુણાએ કહ્યું, "ના, તું જાણે છે."​ભવી કહે, "અરે બાપ રે, હું કેવી રીતે કહું!"​કરુણાએ એની કોઈ વાત કાન પર ધરી નહીં. ભવીએ કહેવું જ પડશે કે નરેન્દ્ર કેમ નથી આવી રહ્યો. પરંતુ ઘણી આજીજી અને જીદ કરવા છતાં ભવી પાસેથી કોઈ ખાસ જવાબ મળ્યો નહીં. કરુણા અતિશય નારાજ થઈને રડી પડી અને પ્રતિજ્ઞા લીધી કે જો મંગળવાર સુધીમાં નરેન્દ્ર