વિરાજ પેલેસ - પ્રકરણ 2

  • 210
  • 76

પ્યુન દાદાની એ હચમચાવી દેનારી વાર્તા પછી, પેલેસના રસ્તેથી પસાર થતાં પણ મારા પગ ધ્રૂજતા હતા. પણ આ મહેલના ગર્ભમાં હજુ કેટલાય રહસ્યો ધરબાયેલા હતા, જેની મને કલ્પના પણ નહોતી. બીજો અનુભવ પેલેસની સુરક્ષા કરતા નાઇટ ગાર્ડ શંભુભાઈનો હતો. શંભુભાઈ જાડી મૂછોવાળા, પડછંદ કાઠું ધરાવતા અને અત્યંત હિંમતવાન માણસ હતા. આજુબાજુના પાંચ ગામમાં તેમની બહાદુરીના વખાણ થતા, પણ આ રાજ પેલેસની કાળી રાતોએ તેમની એ હિંમતના પણ લીધેલીરા ઉડાડી દીધા હતા.​એક સાંજે ઑફિસનું કામ પતાવીને હું નીકળતી હતી, ત્યારે મેં તેમને મહેલના ખૂણામાં આવેલી હનુમાનજીની નાની ડેરી પાસે અત્યંત વ્યાકુળ થઈને દીવો કરતા જોયા. રોજ રૂઆબમાં રહેતા શંભુભાઈના ચહેરા પર