બાળપણની એ રફનોટ - 5

  • 114

પ્રકરણ ૫: શનિવારની સાંજ અને સપનાની વિકેટ ​શનિવારે બપોરે બાર વાગ્યાનો છેલ્લો બેલ વાગતાં જ આર્યન જાણે હવામાં ઊડતો હોય તેમ ઘરે પહોંચ્યો હતો. ઘરમાં પગ મૂકતાની સાથે જ તેણે દફતર એક તરફ મૂક્યું અને સીધો ખૂણામાં પડેલા જૂના બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી તરફ દોડ્યો. પિતાજી હજુ કામ પરથી  આવ્યા નહોતા અને મમ્મી રસોડામાં લોટ બાંધી રહી હતી. આર્યને ટીવીનું મોટું ખટકિયું ફેરવીને ચાલુ કર્યું. થોડી ક્ષણો સુધી પડદા પર સફેદ-કાળા ટપકાં અને 'સરરર...' જેવો અવાજ આવ્યો, પણ જેવો એન્ટેનાનો સૂર બરાબર પકડાયો કે સ્ક્રીન પર દૂરદર્શનનો લોગો ચમક્યો....... ​બરાબર બપોરના સાડા બાર વાગ્યા હતા અને એ જ સમયે શરૂ