દેવાંગી મનીષ અને નેહા નુ એકમાત્ર સંતાન હતી. શિક્ષિત માતા પિતા ને ત્યાં વર્ષોપછી ના દાંમ્પત્ય જીવન ના ફળરૂપે એનો જન્મ મનીષ અને નેહા ને વરદાન જેવો લાગતું. બની શકે એટલા લાડકોડ થી એ બન્ને એને ઉછેરી રહ્યા હતા. એક રણ માં ગુલાબ ખીલ્યા ની અનુભૂતિ એમને થતી. દેવાંગી પણ ખૂબ સરળ, સુંદર નાકનેણ વાળી ધાર્મિક વૃત્તિ વાળી અને તેજસ્વી હતી. નોકરી અર્થે વતન થી દૂર રહેલા મનીષ અને નેહા ને દેવાંગી ના ઉછેર માટે એક બેન રાખવા પડ્યા. એમનું નામ જયાબેન હતું.દેવાંગી ના જન્મ ને કારણે મનીષ અને નેહા ના સંસાર માં મેઘધનુષ જેવા રંગો ખીલી ગયા હતા. મનીષ નો