પ્રથમ પરિચ્છેદઅનુપના મૃત્યુ પછી સાર્વભૌમ મહાશયે (પંડિતજીએ) પોતે ગોરપદું કરીને નરેન્દ્ર સાથે કરુણાના વિવાહ કરાવ્યા.મેં જે ધાર્યું હતું તે જ થયું. નરેન્દ્ર કેવો માણસ છે તેની પાડોશીઓને આટલા દિવસે જાણ થઈ, અને અભાગી કરુણાએ કેટલું કષ્ટ સહન કરવું પડશે તે હવે તેઓ સમજી શક્યા. પણ પંડિતજી આ બેમાંથી એક પણ વાત સમજી શક્યા નહીં.કરુણા આજકાલ માનસિક વ્યથામાં છે. જે બાળકી નિર્જન વનમાં મન મૂકીને રમતી, પક્ષીને હૈયે ચાંપીને તેની સાથે કલાકો સુધી વાતો કરતી, ખોળામાં ઢગલાબંધ ફૂલો રાખીને, પગ ફેલાવીને પોતાની મસ્તીમાં ગણગણાટ કરતા કરતા માળા ગૂંથતી, અને જેને તે પ્રેમ કરે છે તેના ચહેરા સામે જોઈને અસ્પષ્ટ હર્ષમાં મગ્ન