Dr. Keshav Hegdewar

Dr. Keshav Baliram Hedgewar નું જીવન માત્ર એક વ્યક્તિની કહાની નથી, પરંતુ બ્રિટિશ શાસન દરમિયાન ઊભેલી રાષ્ટ્રીય ચેતના, સંગઠન અને વિચારધારાની કહાની પણ છે.તેમનો જન્મ 1 એપ્રિલ 1889માં નાગપુરમાં એક સામાન્ય બ્રાહ્મણ પરિવારમાં થયો. બાળપણમાં જ માતા-પિતાનું અવસાન થયું, એટલે જીવન શરૂઆતથી જ સરળ નહોતું. ગરીબી, સંઘર્ષ અને બ્રિટિશ શાસનની અસર — આ બધું તેમણે નાની ઉંમરે જોયું.કહેવામાં આવે છે કે બાળપણથી જ તેઓમાં દેશપ્રેમ ખૂબ પ્રબળ હતો. તે સમયના શાળાઓમાં અંગ્રેજ શાસનની પ્રશંસા કરાવવામાં આવતી. એક પ્રસંગ બહુ જાણીતો છે — શાળામાં “God Save the King” બોલવાનું કહેવામાં આવ્યું ત્યારે તેમણે વિરોધ દર્શાવ્યો. પરિણામે મુશ્કેલીઓ ભોગવવી પડી, પણ તેમના