વાર્તા:- નાસ્તા વચ્ચે બોલાચાલી (હાસ્ય વાર્તા)વાર્તાકાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની.આજે ઘરમાં સૌ કોઈ ખુશ હતાં. એક તો બાળકોને દિવાળી વેકેશન શરુ થઈ ગયું હતું અને ઉપરથી આજે ઘરમાં સૌને પસંદ એવા મઠીયા અને ચોળાફળી બન્યાં હતાં. મીઠાઈ તો પૂછવું જ શું! કાજુકતરી, બરફી, અંજીર રોલ - અહાહા! બાળકો તો આનંદથી ઝૂમી ઉઠ્યાં. એક બાજુ વેકેશન અને બીજી બાજુ મનભાવન નાસ્તો! પણ વિચારો કે જેમ મનુષ્યોમાં ઝગડા થાય છે એવા જ ઝગડા આ નાસ્તાઓ વચ્ચે થાય તો? ચાલો, આજે આવો જ એક ઝગડો આ ઘરમાં થયો છે. મજા લઈએ.બપોર થઈ હતી. ઘરમાં બધાં શાંતિથી સૂતાં હતાં. સ્તુતિને ઉંઘ આવતી ન હતી