બીજા દિવસે સવારે નવનીત ઊઠ્યો તો તેને તો કશું યાદ જ ન હતું કે રાત્રે એણે દારૂના નશામાં મનના ખુણે ધરબાયેલી વાતને સાફ અને સ્પષ્ટ શબ્દોમાં રજૂ કરી દીધી હતી.આ તરફ શ્રવણ પણ ચુપચાપ જ હતો કારણકે એણે જ નવનીત ને મજાક ઉડાવી મજબૂર કર્યો હતો. મહેચ્છા પણ હવે ચુપચાપ નવનીત ના કેવા મેસેજ આવે છે તેની રાહ જોઈ રહી હતી. શું નવનીત ખરેખર આ રીતે આગળ વધવા માંગે છે? કે આ ફક્ત દારૂની અસર હતી.નવનીત તો રાબેતા મુજબ જ વર્તમાન પત્ર ના મુખ્ય સમાચાર મોકલી ગુડ મોર્નિંગ નો મેસેજ કરે છે પણ મહેચ્છા કોઈ જવાબ નથી આપતી. મહેચ્છા પોતાની