ઝોયાએ ખૂબ જ ગુસ્સામાં અબીરને કહ્યું, અબીર હું તને ક્યારેય માફ નહિ કરું અને બીજો મોકો તો મે મારી જિંદગીને પણ નથી આપ્યો કારણ કે, હું કોઈ પણ પ્રકારના પેહલાના બેવકૂફી ભર્યા ફેંસલા લેવા નથી માંગતી. તું અહી શું લેવા આવ્યો છે, ચાલ્યો જા અહીં થી. ઝોયા એટલું કહીને ગુસ્સામાં ત્યાંથી નીકળી ગઈ અને અબીર તેને નિરાશા ભરી નજરે જોતો રહ્યો. ********** થોડા દિવસો વીતી ગયા. મિસ્ટર હિતેશ દેસાઈનો અથર્વ પર કૉલ આવ્યો તેમણે કહ્યું, મિસ્ટર અથર્વ તમે કન્સ્ટ્રકશન પર આવી શકશો? જી શું કામ છે મિસ્ટર દેસાઈ? અથર્વએ પૂછ્યું. સર એક