બેઇન્તેહા : નફરત અને પ્રેમ - 12

  • 868
  • 472

   સવારે આર્ટ એન્ડ આર્કિટેકચરમાં     મિસ્ટર હિતેશ દેસાઈ કંપનીમાં આવ્યા. અથર્વએ તેમની સાથે મુલાકાત કરી.    અથર્વ તેમને લઈને મિટિંગ રૂમમાં ગયો. થોડીવાર બાદ રાહીલ કોફી લઈને આવ્યો.   મીરા પણ બધી ફાઈલ લઈને આવી રહી હતી. તેણે મિટિંગ રૂમનો દરવાજો ખોલ્યો. તે અંદર આવી, તેનાથી અનાયાસે અથર્વ સામે જોવાઈ ગયું. તે અથર્વને જોતી જોતી જ ચાલી રહી હતી... તેની આગળ એક ચેર હતી મીરાનું ધ્યાન નોહ્તું....તેનો પગ ચેર સાથે ભટકાયો તે પડતી પડતી બચી. પણ હાથમાંથી ફાઈલ છૂટી સીધી મિસ્ટર હિતેશ દેસાઈના ખોળામાં પડી.     અથર્વએ તેની આ હરકતથી ચિડાઈને મોઢું બગાડ્યું અને પોતાના કપાળ પર હાથ ફેરવવા માંડ્યો.