અથર્વએ પ્રોફાઈલ ખોલી તેમાં મીરાનો ફોટો અને તેનું નામ વાંચ્યું. આગળ તેણે વાંચ્યું કે, મીરાએ કર્મશિયલ આર્કિટેક્ચર અને ઇન્ટિરિયર આર્કિટેક્ચર બંને પર કામ કર્યું છે. અથર્વએ આખી પ્રોફાઇલ મીરાની વાંચી લીધી અને થોડીવાર પછી બધી ફાઇલ્સ વાંચ્યા બાદ અથર્વએ રાહીલને પાછો કેબીનમાં બોલાવ્યો. મિસ્ટર પરીખ, આગળના કેટલા પ્રોજેક્ટ હજુ સુધી ખતમ નથી થયા...તે પ્રોજેક્ટની ફાઈલ મારી પાસે લઈને આવો. સર તે બધા પ્રોજેક્ટની ફાઈલની ડિટેઈલ મિસ મીરા શાહ પાસે હોય છે. મીરાનું નામ સાંભળીને અથર્વએ કહ્યું, જેની પાસે હોય તેને ફાઈલ્સ લઈને મોકલો. જી સર હું હમણાં જ મીરાને મોકલું છું.