બેઇન્તેહા : નફરત અને પ્રેમ - 7

    બૉસ તેને આપણે બિઝનેસમાં હરાવી દેશું, પણ તે તેના મનથી કોઈ દિવસ નહિ હારશે, એ કંઈક વધારે જ મક્કમ છે. રોયએ કહ્યું.        રોય મે તને તેની તારીફ કરવાનું નથી કહ્યું,...તીર નહી તો ખંજર સહી, પણ એવું શોધ જેથી તેના દીલના કટકે કટકા થઈ જાય. વિક્રમ રાણાએ આગ ઝરતી આંખોએ કહ્યું.      યેસ બૉસ. રોય તેના બૉસના ગુસ્સાને લીધે ડરી ગયો અને બને તેટલી જલ્દી બહાર નીકળી ગયો.  **********રાઠોડ વિલા         ભાઈ રાણાના પાલતુ કૂતરાઓની નજર આપણી ઉપરથી હટતી નથી. એક ૨૪વર્ષના યુવકે અથર્વને કહ્યું.          અબીર આપણે તે પાલતુ કૂતરાઓ પર ધ્યાન નથી