પંચાયત - ભાગ 5

  • 174
  • 82

ચૂંટણી અધિકારીની ઓફિસમાં ભારે તણાવ હતો. બહાર સેંકડો લોકો એકઠા થયા હતા. સરપંચ મનજીભાઈએ ૨૦ વર્ષ જૂની ધૂળ ખાતી ફાઈલ ટેબલ પર પછાડી. તેમાં દાવો હતો કે આર્યનના પિતા રતિભાઈએ પંચાયતનું ૨,૩૭,૦૦૦ રૂપિયાનું દેવું બાકી રાખ્યું છે. ચૂંટણીના નિયમ મુજબ પંચાયતનો લેણદાર ચૂંટણી લડી ન શકે. તલાટી હસમુખલાલે કુટિલ સ્મિત સાથે કહ્યું, "સાહેબ, નિયમ પ્રમાણે આર્યનની માતાનું ફોર્મ રદ થવું જોઈએ."આખી ઓફિસમાં સન્નાટો છવાઈ ગયો. સવિતાબેનની આંખો ભીની થઈ ગઈ. સરપંચને લાગ્યું કે બાજી જીતી ગયો. પણ બરાબર એ જ વખતે દરવાજો ખૂલ્યો અને જામીન પર મુક્ત થયેલો આર્યન સીધો અંદર પ્રવેશ્યો. તેના ચહેરા પર થાક હતો, પણ આંખોમાં વિજયની