પંચાયત - ભાગ 3

  • 210
  • 96

કુવામાં કૂદવું કે સળિયાનો માર ખાવો? આર્યને ક્ષણનો પણ વિલંબ કર્યા વિના અજાણ્યા મેસેજ પર ભરોસો મૂક્યો અને અંધારા કુવામાં ઝંપલાવ્યું. નીચે પાણીને બદલે સૂકા પાંદડા અને નરમ માટીનો ઢગલો હતો. ત્યાં એક નાનું ભોંયરું ખૂલતું હતું. ઉપરથી પંચાયતના સભ્યોના બરાડા અને લાકડીઓના અવાજ સંભળાતા હતા, પણ આર્યન સુરક્ષિત હતો. ધૂળ ખંખેરીને તેણે આસપાસ નજર કરી તો અંધારામાં એક આકૃતિ હલતી દેખાઈ.ભોંયરામાં પંચાયતનો વૃદ્ધ પટાવાળા 'કાકા' મળ્યા. ૪૦ વર્ષથી પંચાયતની નોકરી કરતા કાકા વર્ષોથી પંચાયતના પાપના મૂંગા સાક્ષી હતા. તેમની આંખોમાં ભય અને આશા બંને તરવરતા હતા. કાકાએ ધ્રૂજતા હાથે એક જૂનો, પીળો પડી ગયેલો નકશો ખોલ્યો—ગામની ૫૦૦ વીઘા ગૌચર