એ રાત્રે નવનીત સુવા માટે જેમ જ આંખ બંધ કરતો તો એને મહેચ્છા જ દેખાતી. એ સમજી જ ન શકતો કે શું ચાલી રહ્યું હતું? દરેક ઘડી તેને મહેચ્છા ને મળવાની તાલાવેલી લાગી રહેતી. આ તરફ મહેચ્છા આજે સરિતા અને મધુકર બન્નેને નવનીત સાથે ઘટેલી ઘટના વિષે જણાવે છે તો મધુકર મહેચ્છા ની પ્રશંસા કરે છે પણ સરિતા તો મહેચ્છા ને હવે વિષય પણ અલગ અલગ હોવાથી થોડા સમય માટે જ નવનીત સાથે અભ્યાસ કરવા માટે સમજાવે છે.બીજા દિવસે સવારે જ મહેચ્છા નવનીત ને મેસેજ કરી પુસ્તકાલયમાં બોલાવે છે. નવનીત ને તો જાણે લોટરી લાગી જાય છે. મહેચ્છા તો મુખ્ય પરિક્ષામાં