"કોલેજ પણ સાંજ પછી પુરી થઈ જાય છે. દિનકર સર પણ હવે સેલ્ફ સ્ટડી કરવા પર જ ધ્યાન આપવા માટે કહે છે. હવે તો સાથે મળીને અભ્યાસ કરવાનો કોઈ જ વિકલ્પ નથી. પણ નવનીત ને ચોખ્ખા શબ્દોમાં ના કેવી રીતે પાડી શકાય?" મહેચ્છા પોતાની મનની વાત એકલામાં કહે છે.મધુકર ખાસ એક અઠવાડિયા ની રજા લઈ મહેચ્છા ની તૈયારીઓ કરાવવાનો હતો. મધુકર ને પ્રિલિમનરી પરિક્ષા નું વધુ ટેન્શન હતું. કારણકે જો ગમે તે રીતે મહેચ્છા પ્રિલિમનરી પરિક્ષા પાસ કરી શકે અને ટોપ મેરિટ મુજબ આવે તો મુખ્ય પરિક્ષા માટે તે સારી એવી તૈયારી કરી ચુકી હતી."મહેચ્છા આવ તો એક સેમ્પલ પેપર