ભૂલ છે કે નહીં ? - ભાગ 105

(183)
  • 1.1k
  • 674

મમ્મી બિલકુલ માનતા ન હતા. ગમે ત્યાંથી બનેવીને પૈસા આપ એમ કહેતા હતા. પછી તમે વિચાર્યું કે કાકાને પૂછી જોઉં આપે તો. ને તમે કાકાને વાત કરી હતી. કાકાએ તમને કહ્યું કે મારી પાસે પૈસા છે પણ હું ન આપું. હું એકવાર તને આપીશ તો ફરી પાછો તું માગવા આવીશ એના કરતા હું પહેલી વખતમાં જ તને ના પાડી દઉં એ સારું છે. આમ, તમારાથી પૈસાની વ્યવસ્થા ન જ થઈ. એટલે ઘરમાં મમ્મી તો સરખી વાત પણ કરતા ન હતા. હું આખો દિવસ શાળા અને ટ્યુશનમાં પરોવાયેલી હોઉ એટલે આપણને રાતે જ વાત કરવાનો સમય મળતો. હું તમને સમજાવતી કે