કારગિલ ગાથા - ભાગ 2

  • 1.5k
  • 500

કારગિલ ગાથાભાગ ૨: પ્રથમ સાક્ષી અને પહાડોની પેલે પારનો પડઘોગુજરાતી સાહિત્ય માં પ્રથમ નવલકથા લખનાર લેખિકા Desai Mansi Shastri ભાગ ૧ માં આપણે જોયું કે કેવી રીતે બરફની ચાદર નીચે એક ભયાનક વિશ્વાસઘાત આકાર લઈ રહ્યો હતો. પણ કુદરતનો ન્યાય જુઓ, એ કાવતરા પરથી પરદો ઉઠાવવા માટે કોઈ મોટું સૈન્ય નહીં, પણ એક સામાન્ય ભરવાડ નિમિત્ત બનવાનો હતો.૩ મે, ૧૯૯૯. બટાલિક સેક્ટર.સવારનો સમય હતો. પહાડોની ટોચ પર હજુ ધુમ્મસ છવાયેલું હતું. સ્થાનિક ભરવાડ તારસી સિંહ પોતાના યાક (Yak) ની શોધમાં બટાલિકની ઉંચી ટેકરીઓ તરફ નજર કરી રહ્યો હતો. તેના હાથમાં રહેલી જૂની દુરબીન (Telescope) થી તે ખડકોને તપાસી રહ્યો હતો. અચાનક, તેની દુરબીન એક