આજે મધ દરિયે જહાજ ડૂબી જવાને ત્રણ મહિના થઈ ગયા.કોઈ ન્હોતું બચ્યું એ તોફાનમાં.એવોજ એક જહાજનો કપ્તાન કે ખારવો કે પછી એક સાચો હમસફર ખોઈ બેઠેલી સ્ત્રી આંખો લૂછતી લૂછતી ભૂતકાળ વાગોળવા લાગી ગઈ. વાત એ જમાનાની છે જયારે રાજાઓના રજવાડાં હતાં અને આવન જાવન માટે ઘોડાંગાડી કે બળદ ગાડાં ચાલતાં. એ જમાનામાં અત્યારનું લખપત બંદર કહેવાતું અને માંડવી થી લઇને લખપત રણ સુધી દરિયો હતો . સોદાગરો દ્દુર દેશથી આવતાં અને વસ્તુઓની આયાત નિકાસ થતી. ખારવા નાવડિયું લઇને છ છ માસ સુધી મધદરિયે મંડાણ કરતાં. એવોજ એક ખારવો જેનું નામ મહેરામણ અને અહીં એનીજ પ્રેમ ગાથા વર્ણવી છે. વાત