ઇતિહાસનું મહામંથન : શ્રીકૃષ્ણનો ૧૦૮ વર્ષનો જીવનકાળ શ્રીકૃષ્ણનું અસ્તિત્વ અને દ્વારકાનું વૈજ્ઞાનિક સત્ય શું આપણે ૭૫૦૦ વર્ષ જૂના જીવંત ઇતિહાસને ભૂલી ગયા છીએ? ભારતીય સંસ્કૃતિમાં શ્રીકૃષ્ણ માત્ર એક દેવતા નથી, પણ એ આપણી રાષ્ટ્રીય ઓળખ અને ઇતિહાસનું સૌથી તેજસ્વી પ્રતીક છે. આધુનિક શિક્ષણ પદ્ધતિ આપણને એવું શીખવે છેકે, રામાયણ અને મહાભારત માત્ર માયથોલોજી એટલે કે કાલ્પનિક કથાઓ છે. પરંતુ, શું એ શક્ય છેકે, હજારો વર્ષો સુધી એક આખો દેશ કોઈ કલ્પનાને આટલી શ્રદ્ધાથી વળગી રહે? તાજેતરમાં પ્રસિદ્ધ પોડકાસ્ટર રણવીર અલ્હાબાદિયાના શો ટીઆરએસ પર હેરિટેજ એક્સપર્ટ અને વૈજ્ઞાનિક અભિગમ ધરાવતા સંશોધક નિલેશ ઓકએ શ્રીકૃષ્ણ વિશે જે પુરાવા રજૂ કર્યા છે, તેણે