ગિરનારના પર્વતોમાં પૃથ્વીના નિયમો પલટાઈ જાય છે : સમય, અવકાશ અને અદ્ભુત સિદ્ધિઓનું પાવન સંગમસ્થાન ગિરનારનું પરમ રહસ્ય : અકબરના સમયના માણસથી લઈને દત્તાત્રેયની અનંત ઊર્જા સુધીનો ઈતિહાસ : ગિરનાર આધ્યાત્મિક જગતનું ધ્રુવબિંદુ? ભારતની પશ્ચિમી સીમા પર, ગુજરાતના જૂનાગઢ શહેર પાસે સ્થિત ગિરનાર પર્વત એક સામાન્ય ભૂમિભાગ નથી, પરંતુ તે સનાતન ધર્મ અને ભારતીય આધ્યાત્મિકતાનો એક જીવંત ઇતિહાસ છે. પૌરાણિક કાળથી તેને રેવતક પર્વત તરીકે ઓળખવામાં આવે છે, જેની પ્રાચીનતા એટલી છેકે, તેને હિમાલય કરતાં પણ જૂનો માનવામાં આવે છે. આ જ કારણે આધ્યાત્મિક જગતમાં તેને પર્વતોના દાદા પર્વતોના ભીષ્મ પિતામાહનું બિરુદ મળ્યું છે. ગિરનારને મિસ્ટિક માઉન્ટેન પણ કહેવામાં આવે