શતરંજ - ભાગ 1

  • 288
  • 1
  • 66

#શતરંજ લેખિકા Mansi Desai Desai Mansi Shastri ​અમદાવાદની ભાગોળે આવેલું 'વાઘેલા વિલા' કોઈ રાજમહેલથી કમ નહોતું. સફેદ આરસપહાણની બનેલી આ હવેલી શંકરસિંહ વાઘેલાના દાયકાઓ જૂના રુઆબની સાક્ષી હતી. પણ આ સુંદર મહેલના પાયામાં આજે ઈર્ષા અને અહંકારનું ઉધઈ લાગી રહ્યું હતું.​હવેલીના મુખ્ય હોલમાં ચહલપહલ હતી. રાજ્યના યુવા અને તેજસ્વી પોલિટિશિયન હ્રદયરાજ વાઘેલાની આગામી ચૂંટણીના પ્રચારની તૈયારીઓ ચાલી રહી હતી. તેની બાજુમાં જ બેઠેલી તેની પત્ની રેવા બા, જે માત્ર તેની અર્ધાંગિની જ નહીં, પણ તેની મુખ્ય સેક્રેટરી અને સફળતાનો પાયો પણ હતી. રેવા અત્યંત સુંદર હોવાની સાથે અત્યંત બુદ્ધિશાળી પણ હતી. તેની લેપટોપ પર ફરતી આંગળીઓ હ્રદયરાજની આગામી જીતનું માળખું રચી રહી હતી.​"હ્રદય, આપણે ઉત્તરના