પ્રકરણ ૮: બંકર યુગ - અંધકારમાં જીવનની શરૂઆતસમય: ટકરાવના ૧ અઠવાડિયા પછી.સ્થળ: સેક્ટર-૯ (સબ-બંકર) અને 'ઝીરો બંકર'.પૃથ્વીની સપાટી પર અત્યારે કાળો અંધકાર હતો. ક્યાંય કોઈ જગ્યાએ જીવન માત્ર નો સંચાર ન હતો. ઉલ્કાના ટકરાવથી ઉડેલી રાખ અને ધૂળના વાદળોએ સૂર્યપ્રકાશને પૂરી રીતે રોકી દીધો હતો. પૃથ્વી પરથી ક્યારેક મંગળ ગ્રહની સ્થિતિ જોયેલી હતી તેવી સ્થિતિ અત્યારે પૃથ્વીની હતી. પૃથ્વીનું તાપમાન ઝડપથી ગગડી રહ્યું હતું, પણ જમીનની હજારો ફૂટ નીચે, બંકરોની અંદર એક અલગ જ સંઘર્ષ ચાલતો હતો.સબ-બંકરની સ્થિતિ કોઈ ખાસ સારી ન હતી.માયાની આંખો ખુલી ત્યારે તેને ચારેબાજુ ગુંજારવ સંભળાયો. સબ-બંકરની છત પરની એલઇડી લાઇટો ઝાંખી પીળી રોશની આપી રહી