તક્ષશિલા - સિટી ઓફ નૉલેજ - 31

ચંદ્રપ્રકાશને જ્યારે અંધારામાં ખેંચવામાં આવ્યો, ત્યારે તેના મનમાં પહેલો વિચાર પલટાવારનો આવ્યો. તેણે પોતાની કોણી પાછળની વ્યક્તિના પેટમાં મારવા માટે જેવો ઝાટકો લીધો, ત્યાં જ તેના કાનમાં એક અત્યંત પરિચિત અવાજ સંભળાયો—"શાંત, ચંદ્ર! આ હું છું."ચંદ્રપ્રકાશ થંભી ગયો. તે અવાજ છાયાનો હતો. તેણે પાછળ જોયું, છાયાએ તેને મહેલના એક સાંકડા અને અંધારાવાળા માર્ગમાં ખેંચી લીધો હતો જ્યાં સૈનિકોની અવરજવર નહોતી. છાયાનો ચહેરો પરસેવે રેબઝેબ હતો. "તું શું કરવા જઈ રહ્યો હતો? ધનનંદના અંગત રક્ષકો અત્યારે મહેલના ખૂણેખૂણે છે. જો તું બારીમાંથી જોતા પકડાઈ ગયો હોત, તો અત્યારે તારો શિરચ્છેદ થઈ ગયો હોત," છાયાએ હાંફતા અવાજે કહ્યું.ચંદ્રપ્રકાશે ગંભીરતાથી પૂછ્યું, "પણ અંદર