તક્ષશિલા - સિટી ઓફ નૉલેજ - 29

પાટલીપુત્રની સવાર સામાન્ય નહોતી. નગરના કેન્દ્રમાં આવેલા વિશાળ મેદાનમાં હજારો યુવાનો એકઠા થયા હતા. સમ્રાટ ધનનંદે જાહેરાત કરી હતી કે મગધના સૈન્યમાં નવા સૈનિકો અને સેનાપતિઓની ભરતી કરવામાં આવશે. આ માત્ર સૈન્ય વધારવાની પ્રક્રિયા નહોતી, પણ ગિરિનગરના વિજય પછી પોતાની શક્તિ પ્રદર્શન કરવાની એક રીત હતી.ચંદ્રપ્રકાશ, જેણે પોતાનું નામ બદલીને હવે 'ભદ્ર' રાખ્યું હતું, તે ભીડમાં એક સામાન્ય યુવાનની જેમ ઊભો હતો. તેણે પોતાના ચહેરા પર પહાડી માટી અને ભસ્મ લગાવી હતી જેથી કોઈ તેને ઓળખી ન શકે. તેની પીઠનો ઘા હજુ ખેંચાતો હતો, પણ તેની આંખોમાં મગધના કિલ્લાના કાંગરા ગણવાની તીવ્રતા હતી.ભરતીની પ્રક્રિયા અત્યંત કઠિન હતી. પ્રથમ કસોટી હતી—ભારે