MH 370 - 39

  • 122

39. MH370તો સહુ જેમ તેમ કરી લટકીને, હવે તો તમારી મદદ લઈને વિમાનમાં બેઠાં. આ વખતે પણ ક્યાં એરપોર્ટ પરથી જતાં  હતાં? સહુએ પોતાની જગ્યા લઈ લીધી, મીલીટરી નાં પ્લેનમાં તો એમ.અને.. મેં હમણાં કહ્યું એમ પાયલોટની સીટ પર  ખાસ પરમિશન લઈ હું બેઠો અને પ્લેન ટેક ઓફ કર્યું. એ જંગલની પટ્ટીને આખરી રામરામ કર્યા. ગમે તેમ, ત્યાં જીવતાં બે ચાર વર્ષ કાઢેલાં જ્યારે અમારું અસ્તિત્વ હજી છે એ વિશે દુનિયામાં કોઈ માનતું ન હતું. ઈશ્વરનો આભાર.પ્લેન તો ઊડ્યું, ફરીથી , આ વખતે ભગવાન વાદળો સાથે વાત કે કોઈ મુલાકાત ન કરાવે. સંપૂર્ણ સ્વચ્છ, ભૂરાં આકાશમાં  ઊડવા લાગ્યું. નીચે અફાટ