હરી નીમાયા એ સદગુરુ ની છાયા

  • 218
  • 74

વૃંદાવનની બાજુમાં આવેલું નાનું ગામ—વ્રજપુર. ગામમાં એક જૂનું પણ અદભૂત મંદિર હતું, જ્યાં ગામવાળાઓ રોજ સવારે ધૂપ-દીપ લઈને પ્રાર્થના કરતા. આ મંદિરમાં રાત્રે ખૂબ શાંતિ રહેતી—એવી શાંતિ કે જાણે હવામાં પણ ભક્તિ ઝળહળતી હોય.આ મંદિરનો સેવક હતો વિહાન, પંદર-સોળ વરસનો યુવાન, શુદ્ધ હૃદયનો અને શ્રદ્ધાથી ભરેલો.વિહાનને શ્રીકૃષ્ણ પ્રત્યે અસીમ પ્રેમ હતો. રોજ સવારે ન્હાતા જ એ નીચે બેસીને નાનો તબલો અને મામૂલી બાંસરી લઈને ભગવાન માટે ભક્તિગીત ગાતો.પણ એક પ્રશ્ન એના મનમાં સતત ફરતો—"મારા હરી મને કેમ દેખાતા નથી? શું મારી ભક્તિ અધૂરી છે?"એક સાંજ, જ્યારે વિહાન મંદિર સાફ કરી રહ્યો હતો, ત્યારે દ્વાર પર એક વૃદ્ધ સાધુ આવ્યા. લાંબી