અંબા મોજ અને લાડુ ની શરત - પ્રકરણ 3

  • 54

પ્રકરણ ૩: છગનનો ઉપવાસ અને પેટમાં બોલતા બિલાડાઅંબા-મોજ ગામમાં સામાન્ય રીતે સવારનો સૂરજ લોકોને કામ પર જવા માટે જગાડતો હતો, પણ છગન 'પેટૂ' માટે સૂરજ એટલે નાસ્તો કરવાનો સમય. છેલ્લા ચાલીસ વર્ષના ઇતિહાસમાં એવો એક પણ દિવસ નહોતો ગયો જ્યારે છગને સૂર્યોદય પહેલાં બે વાટકા શિરામણ (નાસ્તો) ન કર્યું હોય. પણ આજે... આજે ઇતિહાસ બદલાવાનો હતો.આજની સવાર છગન માટે કોઈ કાળી અમાસ જેવી હતી.બટુક મહારાજના ઘરના ઓસરીમાં ખાટલા પર પડેલા છગને આંખ ખોલી. તેનું પેટ ટેવ મુજબ 'ગડ... ગડ... ગોટ...' બોલીને એલાર્મ વગાડી રહ્યું હતું. તેણે આળસ મરડી અને બૂમ પાડવા ગયો, "એ કાકી! ચા-ભાખરી લાવો!" પણ શબ્દો હોઠ સુધી