કોમ્પ્યુટર, કાર, લેપટોપ,ટ્રેન જેવી વસ્તુઓ આજે આપણાં માટે સામાન્ય છે અને તેનો રોજિંદા જીવનમાં ઉપયોગ થાય છે પણ જ્યારે આ સંશોધનનો વિચાર કરાયો અને તે વસ્તુઓ બનાવવામાં આવી ત્યારે ઘણાં એવા લોકો જેને પ્રભાવશાળી માનવામાં આવે છે તેમણે આ વસ્તુઓ અંગે નકારાત્મક વિચાર રજુ કર્યા હતા.તેનું કારણ એ પણ હતું કે લોકો કોઇપણ નવી વાતને બહુ ઝલ્દી સ્વીકારતા નથી.આજે કોમ્પ્યુટર વિનાની દુનિયાની કલ્પના કોઇ કરી શકે તેમ નથી પણ ૧૯૪૩માં કોમ્પ્યુટર જાયન્ટ આઇબીએમનાં ચેરમેન થોમસ વોટસને કોમ્પ્યુટર અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે વિશ્વમાં માત્ર પાંચ જ કોમ્પ્યુટર પુરતા છે.આજે તેઓ કેટલી હદે ખોટા પુરવાર થયા છે તે જોઇ શકાય