કવચ - ૮ (અંતિમ ભાગ)

  • 126

ભાગ ૮: કુરુક્ષેત્રનું પુનરાવર્તન અને નિયતિનો નિર્ણય (અંતિમ ભાગ)આકાશગંગા ગોમ્પાનું શાંત પરિસર એક યુદ્ધભૂમિમાં ફેરવાઈ ગયું હતું. એક તરફ આચાર્ય તક્ષક અને તેના ક્રૂર યોદ્ધાઓ હતા, જેમના શસ્ત્રોમાંથી અધર્મ અને ઘૃણા ટપકી રહી હતી. બીજી તરફ હતો રવિ, જેનું શરીર સપ્તરંગી ઊર્જાના કવચથી રક્ષાયેલું હતું. તે હવે માત્ર રવિ નહોતો, પણ છ અશ્વોની સંયુક્ત શક્તિનો વાહક હતો. તેની દરેક હિલચાલમાં ઉષ્ણિકની ગતિ હતી, દરેક પ્રહારમાં બૃહતીની શક્તિ હતી અને તેની આંખોમાં ત્રિષ્ટુભની જ્વાળા હતી.બૌદ્ધ લામાઓએ ઘાયલોને મદદ કરવાનું અને મઠના પવિત્ર ગ્રંથોને બચાવવાનું શરૂ કરી દીધું હતું. મુખ્ય લામા પોતાની દૈવી શક્તિથી એક સુરક્ષા ચક્ર બનાવીને તક્ષકને મુખ્ય પ્રાર્થના ખંડમાં