The Puppet (વેલકમ ટુ ધ મર્ડર શો) - 2

  • 492
  • 250

કિંજલે તરત જ ક્રિષ્નાને પોતાની છાતી સરસી ચાંપી દીધો, પણ હજી ક્રિષ્ના એમ જ ધ્રુજી રહ્યો હતો“મમ્મા…મમ્મા…મેં એને મારી નાખ્યો…મારાથી એનું ખૂન થઈ ગયું” હજી ક્રિષ્નાના મોઢે એ જ રટણ ચાલુ હતું એટલે સંકેતે તરત જ આસપાસ નજર કરી ને એ બાદ ક્રિષ્ના તરફ જોઈ મોઢા પર આંગળી મુકતા કહ્યું“શશશશ….એકદમ ચૂપ થઈ જા બેટા…તે કોઈને નથી માર્યા”..“ના ડેડી….મેં મારી નાખ્યો એને…મેં મારા આ હાથે જ મારી નાખ્યો એને” ક્રિષ્ના એના બન્ને હાથની આંગળીઓ ખુલ્લી કરી એને જોતા બોલી ઉઠ્યો“કોની વાત કરે છે બેટા તું….કોને મારી નાખ્યો તે?” કિંજલે ચિંતાતુર અવાજે પૂછ્યું પણ એ સાથે સંકેત જરા ચિડાઈને બોલી ઉઠ્યો“ગાંડી થઈ