રાતના લગભગ અઢી વાગ્યા હશે ને સંકેત અને કિંજલ આમ તેમ જોતા ગાંડાની જેમ વડોદરાના રસ્તા પર દોડી રહ્યા હતા. એકલ દોકલ વાહનોની અવરજવર વચ્ચે બન્નેની ચિંતાતુર નજરો કોઈને શોધી રહી હતી એ સ્પષ્ટ વર્તાઈ રહ્યું હતું. બાવરા બની બેઉ હવે રોડની વિરુદ્ધ દિશામાં આંખો ઝીણી કરી દૂર દૂર સુધી જોવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. સંકેત ખાસ્સો આગળ ચાલ્યો ગયો પણ એની નાસીપાસ નજરો એને મળેલી નિષ્ફળતાની ચાડી ખાઈ રહી હતી. એ ફરી કિંજલ તરફ દોડ્યો“દેખાયો?” દૂરથી દોડીને આવેલા સંકેતે હાંફતા હાંફતા આમ તેમ ફાંફાં મારતા જ કિંજલને પૂછ્યું“ના….આપણે આટલામાં બધે જ જોઈ લીધું સંકેત..એ ક્યાંય નથી…કોણ જાણે ક્યાં ચાલ્યો