મહેનતાણું

મહેનતાણું--------------મને તમે જુના જમાનાની નવા વિચારવાળી સ્ત્રી કહી શકો.  હું સ્ત્રી સમાનતા, આર્થિક સમાનતા, કાર્યનિષ્ઠા ને એવા આદર્શોમાં માનું છું અને વર્તું પણ છું. આમ તો હું ભલી ને મારૂં કામ ભલું. દુનિયાને સુધારવાનો મેં ઠેકો નથી લીધો અને કોઈ એકના કહ્યે દુનિયા સુધરે પણ નહીં. છતાં ક્યારેક કોઈને બોધપાઠ આપવો પડે તો આપી દઉં. આવી જ મારી એક વાત.હું એક ગૃહિણી છું. સાવ યુવાન નહીં તો હજુ માજી કહો એવી પણ નહીં. રસોડું અને ઘરકામ મારી પેઢી પોતાની એકચક્રી સત્તા હેઠળનું કાર્યક્ષેત્ર ગણે છે. પુરુષનો ચંચુપાત મને ન ગમે. નવી પેઢીમાં પતિ પત્ની મળીને બધું જ કામ કરે, મને