નિતુ તેની પરમિશન વિના કેબિનમાં જઈને વિદ્યા સામે ઉભી રહી. તેને દરેક વખતે માન આપતી વિદ્યાએ તેની સામે જોવાની તસ્દી પણ ના લીધી અને પોતાનું બેગ ખોલતી તે બોલી, "શું કહેવા માટે આવી છે નિતુ?" "મેડમ, હું..."બેગમાંથી બહાર કાઢેલી ફાઈલ ટેબલ પર પછાડી તે બોલી, "વિદ્યા, તું મને મારા નામેથી બોલાવી શકે છે." "મેડમ તમને..." "બહાર તે મને વિદ્યા જ કહ્યું હતુંને? આખી ઓફિસ સામે તું મને વિદ્યા કહી શકે તો અહીં તો આપણે એકલા છીએ! અહીં તું મને મારા નામથી નહિ બોલાવી શકે?" "સોરી." "યુ ડોન્ટ નીડ ઈટ નીતિકા. એનું કારણ તું પણ જાણે છે અને હું પણ જાણું