વરદાન કે અભિશાપ (ભાગ-૪૦) (રાતના અઢી વાગ્યે પોલીસ ઇન્સ્પેકટર નરેશને તેના ભાઇ-ભાભીના અકસ્માતના સમાચાર આપે છે. ફોન મૂકયા પછી નરેશ સતત રડયા જ કરે છે. સુશીલા ગભરાઇ જાય છે. તેને વારંવાર રડવાનું કારણ પૂછે છે. નરેશ તેને બધી જ હકીકત જણાવે છે. એ પછી તો નરેશ અને સુશીલા બંને બહુ જ રડે છે. થોડી વાર બાદ સ્વસ્થ થયા પછી નરેશ કોને પોતાની સાથે લઇ જવું તે વિચારે છે. આખરે તે તેના નાના ભાઇ ભાનુપ્રસાદને યાદ કરે છે અને તેને જ સાથે લઇ જવાનું નકકી કરે છે. કેમ કે તે ગાડી ચલાવવામાં પ્રવિણ હોય છે. નરેશ પછી ભાનુપ્રસાદને ફોન કરીને