વિશ્વની એ લુંટ જેના લુંટારા ઝડપાયા નથી.... હીરા અને ઝવેરાતની ચોરી એ સાધારણ ચોરોનાં બસની વાત હોતી નથી કારણકે તેમાં તેમને ખાસ્સુ ભેજુ વાપરવું પડતું હોય છે ક્યારેક તો એડવાન્સ ટેકનોલોજીનો તોડ કાઢીને તેમના કામને અંજામ આપવો પડે છે.આ કારણે જ સાહિત્યકારો પણ આ પ્રકારની કામગિરીને પોતાની રચના માટે પસંદ કરતા હોય છે.આજે આ પ્રકારની ચોરીની કેટલીક ઘટનાઓ વિશે વાત કરીશું જેણે લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. બેલ્જિયમનું એન્ટવર્પ તેના હીરાઓના બિઝનેશ માટે આખા જગતમાં જાણીતું છે.તેની આ ખ્યાતિ આજકાલની નથી પંદરમી સદીથી તે આ કારણે જ વિખ્યાત છે.મોટાભાગના રફ હીરા અને અડધોપરાંતના કટ હીરા એન્ટવર્પ મારફતે જ દુનિયામાં