નિતુ : ૭૧(નવીન તુક્કા) નિતુને પોતાના માટે કરેલા નવીનના આયોજનને જોઈને આનંદ થતો હતો. આભાર વ્યક્ત કરતાં તે બોલી, "થેન્ક યુ સો મચ નવીન. મને નહોતી ખબર કે તમે મારા માટે આટલું બધું કરી શકો છો.""આ આટલું બધું નથી. આ તો થોડુંક જ છે.""હા. તમારા માટે હોય શકે, મારા માટે નહિ. મારી સવાર તમે ઘણી સુંદર બનાવી દીધી છે. આપણી કેબીનને આ રીતે સજેલી જોઈને ખરેખર મન આનંદિત થઈ ગયું. ઈનફેક્ટ તમે તો એક નવી ઉર્જા ભરી દીધી છે."ઉત્સાહ પૂર્વક તેણે પૂછ્યું, "સાચે?""હા. રિયલી, ઇટ્સ ટ્રુ મોર્નિંગ વાઈબ." તેણે બંને હાથની બે આંગળી ઝબકાવી પ્રેમથી જવાબ આપ્યો.તેઓના સંવાદને કાચની આરપારથી નિહાળીને