નિતુ - પ્રકરણ 70

નિતુ માટે જન્મેલ નવીનનું નાનકડું આકર્ષણ દિવસેને દિવસે પ્રબળ બની રહ્યું હતું. તેનાં મનમાં પોતાની જગ્યા કરવા માટે નવીન કશુંયે કરવા તૈય્યાર હતો. તેને ભાર્ગવ અને અશોક પર વિશ્વાસ આવ્યો. બંનેએ તેને અમૂક તરકીબ આપી અને નવીને તેનું પાલન કરવા સહમતી દર્શાવી. આ આખી વાત દરવાજે ઉભેલી સ્વાતિ સાંભળી ગઈ. જોકે તેણે કશું નથી સાંભળ્યું એવું વર્તન કરતી પોતાનો ફોન લઈને તે બહાર જતી રહી. બહાર નીકળી તેણે અનુરાધાને કહ્યું, "અનુરાધા એક બ્રેકીંગ ન્યુઝ છે." તે પોતાના ટેબલ પર સેટ થતા બોલી, "વળી પાછા શું બ્રેકીંગ ન્યુઝ લઈને આવી છે? અને આટલી બધી વાર કેમ લગાડી તે એક ફોન લેવામાં?"