ફરે તે ફરફરે - 94

  • 470
  • 194

૯૪ "પડ્યા તો પડ્યા પણ ઘોડે તો ચડ્યા"આ કહેવત દરેક કરોળીયા પ્રકૃતિના માણસોને લાગુ પડે,એટલે અમે ઉલ્લુ બન્યા ત્યારે એક ગુરૂર પેદા થયુ કે સમજીને દસ ડોલર જણ દિઠ દીધા હતા ને?  “નીચો પડશે તો કહેશે એતો મા ધરતી ઉપર આળોટવાનુ મન થયુ હતુ આવા છે આપણા ચંદ્રકાંત" આજે ડોલરોનાં ટીલા જ કરવાનાં છે એટલે માથું નીચું રાખીને લાઇનમાં ઉભા રહી ગયાં. અને ૨૫ ડોલરના ચાંડલા કર્યા એટલે ગોરી મઢમડીએ હલ્લો વેલકમ સાથે હસતાં સતાં એક એક પારદર્શક ટોપી સાથેનો રેનકોટ અને સેંડલ સ્લીપર આપ્યા. ફરીથી એવુ મીઠું હસી કે કે ઘડીભર તો તેરે નજદીક આકર હમ ભી દેખેંગે.. ગીત