સંઘર્ષ જિંદગીનો - 3

    ( ગયા અંકથી આગળ )સવાર પડે છે. અને અજય પથારીમાંથી ઉઠે છે.  આળસ ખખેરી ઉભો થાય છે. અને નાહીને તૈયાર થઈને નાસ્તો કરવા આવી જાય છે. અને આજે તે મનોમન થોડો ચિંતિત તો હતો પરંતુ તે પોતાની તકલીફ કોઈને દેખાડવા માંગતો ન હતો. એટલે તે ઉપરથી ખુશ થઈને  પોતાની બધી તકલીફ અંદર દબાવી દે છે. અને નાસ્તો કરીને નીકળી જાય છે.   ( સુરજિત બુટના મોટા અવાજ કરતો ઘરમાં આવે છે. )અર્ચના અંદર રસોડામાં રસોઈનું કામ કરતી હોય છે. અને સુરજિત દરવાજામાં આવીને મોટા અવાજે રાડ નાંખે છે. અર્ચના એમ મોટો અવાજ સાંભળતાની સાથે જ અર્ચનાના હાથમા રહેલા ચાકુ